માંગરોળ તાલુકા કક્ષાનો ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વ ની ભવ્ય ઉજવણી લોએજ ગામની એસ.ડી.બી હાઇસ્કુલ ના વિશાળ પરિસરમાં કરાઈ આ ઉજવણીમાં પ્રથમ પોલીસ પરેડ સાથે મામલતદાર આર.ડી પરમાર હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું.
આ પ્રસંગે મામલતદારશ્રી દ્વારા નાગરિકોને સંબોધન, વરીષ્ઠ નાગરિકોનું સન્માન કલાવૃંદો, વિધ્યાર્થીઓનુ સન્માન કરાયુ તેમજ વિવિધ સાંસ્કૃતિક દેશભક્તિની કૃતિઓ રજૂ કરનાર તમામ બાળકો સાથે શિક્ષકોને પ્રમાણપત્ર મોમેન્ટ આપી પ્રોત્સાહિત કરાયા હતા
કાર્યક્રમના અંતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુ હતુ,
આ કાર્યક્રમમાં વહીવટીતંત્ર તાલુકા પંચાયત વિભાગ, પોલીસ વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ સરપંચો શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં લોએજ સહીત આસપાસ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા….
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ

