વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ક્ષત્રિય સમાજ દ્વારા યોજાયેલ શોભાયાત્રાનુ કુમ કુમ તિલક કરી ફુલહાર થી ક્ષત્રિય રાજપૂત આગેવાનોનુ તેમજ શસ્ત્રોનુ સન્માન કરવામા આવેલ
માંગરોળ તાલુકા ગરાસિયા ક્ષત્રિય રાજપૂત સમાજ અને તાલુકા કરણી સેના દ્વારા દશેરા પર્વ નિમીતે શસ્ત્ર પુજન નુ આયોજન કરાયુ પ્રથમ દરબારગઢ ભવાની મંદિર ખાતે શાસ્ત્રોકત વિધિવત રીતે શસ્ત્રપુજન કરી મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો યુવાનો દ્વારા શસ્ત્રો સાથે ભવાની મંદિરેથી શોભાયાત્રા કાઢી લીમડા ચોકમાં તલવારો સાથે રાસ રમ્યા હતા
આ અવસરે માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના આગેવાનો વિનુભાઇ મેસવાણીયા, પ્રકાશભાઈ લાલવાણી, ભરતભાઈ ચાંદેગરા, પ્રફુલભાઇ નાંદોલા, ઘવલભાઇ પરમાર, જતિનભાઇ વ્યાસ વિગેરે આગેવાનો દ્વારા લીમડાચોક ખાતે શોભાયાત્રા નુ સ્વાગત કરી ક્ષત્રિય સમાજના તમામ લોકોને આવકાર્તા આગેવાનોને કુમ કુમ તિલક કરી ફુલહાર અને ખેસ પહેરાવી સન્માનિત કરાયા હતા.
આ શોભાયાત્રા ભવાની મંદિર થી પ્રસ્થાન કરી લીમડાચોક થઈ રામદેવપીર મહારાજ ના મંદિરે પુર્ણ કરાઈ હતી,,
રીપોર્ટર =વિનુભાઇ મેસવાણીયા માંગરોળ

