Gujarat

માંગરોળ સ્વ. લક્ષ્મણભાઈ એ નંદાણિયા સેવા કાર્ય ટ્રસ્ટ માંગરોળ દ્વારા આયોજીત મેડીકલ કેમ્પ

માંગરોળ સ્વ. લક્ષ્મણભાઈ એ નંદાણિયા સેવા કાર્ય ટ્રસ્ટ માંગરોળ દ્વારા આયોજીત મેડીકલ કેમ્પ નું આયોજન તા. 15/12/2024 ને રવિવારે સવારે  શ્રી. એસ. ડી. બી. હાઇસ્કૂલ. લોએજ મુકામે યોજાઈ ગયો જેમાં સર્વ પ્રથમ દીપ પ્રાગટય કરવા a માં આવ્યુ, જેમા શ્રી સ્વામી મંદિર લોએજ ના કોઠારી શ્રી મુકતસ્વરૂપ સ્વામી, માંગરોળ-માળીયા ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગટીયા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કાનાભાઈ રામ, આહિર સમાજ પ્રમુખ પુંજાભાઈ બારિયા, રમેશ ભાઈ જોશી, વિરંચિ શુકલ સાહેબ, એહમદ ખાન સાહેબ, અરજણ ભાઈ પીઠિયા, દાનભાઈ ખાંભલા, ભાવેશ ભાઈ ડાભી, પરબત ભાઈ જોટવા, લીનેશ ભાઈ સોમૈયા, મરીન પી એસ આઈ જાદવ સાહેબ, ભગીરથ સિંહ ચુડાસમા, પાંચા ભાઈ ડાકી, અરજણ ભાઈ આત્રોલીયા, લોએજ ગામ ના વેપારી અગ્રણીઓ, ગ્રામજનો, સેવા યજ્ઞ માં સેવા આપનાર ડોક્ટર મિત્રો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા, સૌ પ્રથમ ટ્રસ્ટ ના પ્રમુખ જેઠાભાઈ નંદાણિયા એ સૌ ને આવકાર્યા, ટ્રસ્ટ ની પ્રવૃત્તિ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ નંદાણિયા એ વર્ણવી, દાતા ઓ ને યાદ કર્યા, શિવમ ચક્ષુદાન ના નાથાભાઈ નંદાણિયા ની હાજરી માં પ્રબોધ ભાઈ શુક્લા એ દેહ દાન સંકલ્પ પત્ર ભરી એનાયત કરવા માં આવ્યુ આ તકે ટ્રસ્ટ દ્વારા આ કાર્ય ને ધારા સભ્ય ભગવાન જી ભાઈ ના હસ્તે મોમેન્ટ ઓ આપી બિરદાવવા માં આવી આ કેમ્પ માં અંદાજે સાતસો થી આઠસો દર્દી ઓ એ લાભ લીધો, પોરબંદર ની શ્રી રામ બ્લડ બેંક દ્વારા 100 બોટલ ઉપરાંત બ્લડ એકઠું કરવા માં આવ્યુ, કેમ્પ ને સફળ બનાવવા લોએજ ગામ ના પૂર્વ સરપંચ રવિભાઈ નંદાણિયા, મહેંદ્રભાઈ નંદાણિયા, ડો. ધોલીયા સાહેબ, શ્રી એસ. ડી. બી. હાઇ સ્કૂલ ના વિદ્યાર્થીઓ તેમજ સિક્ષક મિત્રો વિગેરે એ ભારે જહેમત ઉઠાવી આ કેમ્પ ને સફળ બનાવ્યો હતો, આભારવિધિ સ્કૂલ ના ઈન્ચાર્જ આચાર્ય રાજેન્દ્ર ભાઈ જાદવ એ કરી હતી.
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ