Gujarat

માંગરોળ સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ મહોત્સવની હર્ષોઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરાઈ

મહાપુજા સત્સંગ ભવ્ય શોભાયાત્રા સહીત ના કાર્યક્રમો યોજી નવા વર્ષની શરૂઆત કરાઈ…
 માંગરોળમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા  ઇષ્ટદેવ ઝુલેલાલ ભગવાનનો જન્મોત્સવ”ચૈત્રીબીજ” ચેટીચંદ પર્વની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરાઈ. આ દિવસે સિંધી સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર દુકાનો આખો દિવસ બંધ રાખી વહેલી સવારે શ્રીઝુલેલાલ મંદિરે મહાઆરતી તેમજ મુરલીધર વાડી ખાતે પુજા સત્સંગ મહાપુજા સમુહ મહાપ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાયુ હતુ, તેમજ દર વર્ષની જેમ સાંજે ઝુલેલાલ મંદિરે થી ભેરાણા સાહેબ સાથે ડીજે ના તાલે “આયોલાલ ઝુલેલાલ” ના નાદ સાથે ગાંધીચોક થઈ મુખ્ય બજાર માંથી બહોળી સંખ્યા સમાજ ના ભાઈઓ બહેનો વડીલો સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા દરમિયાન માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા પણ જોડાયા હતા લીમડાચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદના વિનુભાઈ મેસવાણીયા. પ્રફુલભાઈ નાંદોલા,પરેશભાઈ જોષી, ધવલ પરમાર, વેપારી અગ્રણી ચેતનભાઇ કગરાણા, નિલેશભાઈ રાજપરા, ડો, કુબાવત સહીત આગેવાનો દ્વારા શોભાયાત્રાનુ સ્વાગત કરી પવિત્ર ભેરાણા સાહેબનુ સાથે સિંધી સમાજના પ્રમુખ નાનકરામ સોમૈયા ઉ.પ્રમુખ અશોકભાઈ ક્રિષ્નાણી. સિંધી નવયુવક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, સુનીલભાઈ કોટક, લીનેશભાઈ સોમૈયા, પ્રકાશભાઈ તન્ના, દિલીપભાઈ ટીલવાણી સહિત સિંધી સમાજના આગેવાનોને ફુલહાર પહેરાવી સન્માન સાથે આવકાર્યા હતા. સિંધી સમાજ ની વર્ષો ની પરંપરાગત મુજબ આ શોભાયાત્રા પુર્ણ કરી ત્યારબાદ પવિત્ર જ્યોત ને બંદર ખાતે દરીયાદેવ માં પરવાન કરાઈ હતી ત્યારે હર વર્ષ ની આ વર્ષે પણ સિંધી સમાજ દ્વારા ઝુલેલાલ ભગવાનની આરાધના સાથે ચેટીચાંદ મહોત્સવની અનેરા ઉત્સાહ અને શ્રદ્ધાભેર ભવ્ય ઉજવણી કરી નવા વર્ષ ની શરૂઆત કરાઈ.