માંગરોળ માછીમારી વ્યવસાય કરોડો લોકો ને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી પુરી પાડતો વ્યવસાય છે. દેશનાં લગભગ 3 કરોડ માછીમારો પોતાનાં વ્યવસાય થકી દેશને વિદેશી હુંડિયામણ કમાવી આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ વ્યવસાય ને સુદ્રધ્ધ રીતે તકાવી રાખવાં માટે ભારત સરકારશ્રી ની સંસ્થા NETFISH-MPEDA છેલ્લા 15 વર્ષ થી માછીમારો વચ્ચે ફીલ્ડ માં કાર્ય કરે છે.NETFISH-MPEDA વિવિધ મત્સ્ય બંદર ઉપર માછીમારો ને સ્પર્શતા મુદાઓ પર તેઓને ટ્રેનિંગ તેમજ અવેરનેસ મિટંગ દ્વારા માહિતગાર કરી પોતાનાં વ્યવસાય માં કાર્યક્ષમ બનવા સમજાવે છે. *સંસ્થા દ્વારા ચાલુ વર્ષ દરમિયાન ગુજરાત ના મુખ્ય મત્સ્ય બંદરો જેવાકે માંગરોળ , વેરાવળ , પોરબંદર મા 60 જેટલી ટ્રેનિંગ તેમજ 500 જેટલી અવેરનેસ મિટીંગો યોજી અંદાજીત પાંચ હજાર જેટલા માછીમારો સાથે પ્રત્યક્ષ સંવાદ કરી તેઓને સમજાવવા મા આવે છે. તદઉપરાંત આજ ના શોસીયલ મિડીયા ના સમયમા સંસ્થા દ્વારા વોટ્સેપ ગ્રુપો, ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ, જેવા માધ્યમો થી માછીમારો સાથે જોડાઈ તેઓને માર્ગદર્શન આપવામાં આવે છે.જેના ફલસ્વરુપ માછીમારો દ્વારા
માછીમારી દરમિયાન માછલીની ક્વોટીલીટી જાળવવા માટે ચિલ્ડ કિલીંગ પધ્ધતિ અપનાવવું, માછીમારી દરમિયાન જાળ માં આવેલ પ્લાસ્ટિક ને લઈ આવી કિનારે નિકાલ કરવાં , બોટ તેમજ ઉપયોગ મા લેવાતી વસ્તુઓ ની સફાઈ સ્વચ્છ પાણી પાઉડર , બ્રસ થી કરવા , દરિયાઈ સસ્તન પ્રજાતિઓ ની સંભાળ માટે TED( કાચબા છતક બારી) ની અમલવારી, માછીમારી દરમિયાન સી- સેફ્ટી માટે નાં ઉપકરણો રાખવા, માછીમારી વ્યવસાય ને તકાવી રાખવા નાના કદ ની માછલી ની માછીમારી ન કરવા જેવી મહત્વપૂર્ણ બાબતો પર માછીમારોએ કાર્ય કરેલ છે. વિવિધ મત્સ્ય બંદરો ઉપર NETFISH-MPEDA ના ગુજરાત પ્રાંત ના SCO શ્રી જીજ્ઞેશભાઈ વિસાવડીયા, MPEDA VERAVAL ના AD શ્રી કિશોરકુમાર તેમજ HDC મિત્રો તેમજ સ્થાનિક સંસ્થાઓ, એશોસીએસનો નાં સહયોગ થી માછીમારો સાથે અવિરત સંવાદ કરવામાં આવે છે

