Gujarat

યાત્રાધામ અંબાજી ખાતે હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસીયા સમાજ ના 121 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા

આદ્યશક્તિ માં અંબાનું ધામ એટલે કે યાત્રાધામ અંબાજીમા હિન્દવા સુરજ મહારાણા પ્રતાપ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસીયા સમાજ સુધારણ સમિતિ અંબાજી દ્વારા 121 દીકરીઓના સમૂહ લગ્ન નું આયોજન અંબાજી GMDC મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર અને વધુની ભવ્ય શોભાયાત્રા અંબાજી ગામમાં નીકળી હતી ઢોલ નગારા બેન્ટ ના તાલે ઝુમતા નજર આવ્યા હતા આદિવાસી ગરાસિયા સમાજના લોકો તેમના રેતી રિવાજ પ્રમાણે સાંસ્કૃતિક વેશભૂષામાં જોવા જોવા મળ્યા હતા અને આજના યુગમાં પણ તેમને તેમની સંસ્કૃતિ અને વારસો હાલ સુધી સાચવી રાખ્યો છે એનું પણ ઉત્તમ ઉદાહરણ સમૂહ લગ્નમાં જોવા મળ્યું આ કાર્યક્રમમાં નવ સંપતિ જોડાઓને આશીર્વાદ આપવા માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણકુમાર બરણવાલ, હાઈનેશ શ્રીમંત રાણા સાહેબ ગજેન્દ્રસિંહજી ચૌહાણ – વાવ સ્ટેટ , ઠાકોર સાહેબ શ્રી ધર્મપાલસિંહજી ઝાલા કટોસણ સ્ટેટ અને પોશીના સ્ટેટ હરેન્દ્રસિંહ મહેમાનો સમૂહ લગ્નમાં હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં દાતાશ્રીઓએ દિલ ખોલીને 121 નવ દંપતિ જોડાઓને દાન આપ્યું હતું અને ધર વકરીનો  તમામ સામાન્ય નવ દંપતિઓ જોડાઓ ને આપવામાં આવ્યો હતો આવનારો સમય તેમના જીવનમાં સુખમય પસાર થાય તેવા સર્વે ઉપસ્થિત તમામ મહેમાનોએ 121 જોડાઓને આશીર્વાદ આપ્યા હતા અને નવ દંપતી જોડાઓ એ અગ્નિની સાક્ષી એ સનાતન હિન્દુ ધર્મના રીધી રિવાજ પ્રમાણે લગ્ન જીવનમાં જોડાયા હતા