Gujarat

કઠલાલ લિંબચ ધામ ખાતે માતાજીના તૃતીય પાટોત્સવ યોજાયો

ચૈત્ર નવરાત્રીના આઠમ ના પવિત્ર દિવસે કઠલાલ લિંબચ ધામ ખાતે માતાજીના તૃતીય પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું .શ્રી લિંબચ ચેરીટેબલ ટ્રસ્ટ કઠલાલના પ્રમુખ  સુનીલભાઈ જે. વાળંદ, મંત્રી જયંતીભાઈ બી. વાળંદ તેમજ ટ્રસ્ટ ના સર્વે હોદ્દેદારો તેમજ  સમાજ ના સાથ સહકાર દ્વારા કાર્યક્રમ નું સફળ આયોજન કરાયું. આ પ્રસંગે સમાજ ના અગ્રણીઓ ની સાથે સર્વે જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યાં.
બેતાલીસ નાયી બ્રાહ્મણ સભાના પ્રમુખ  ગોરધનભાઈ વાળંદ તેમજ કઠલાલ સિનિયર સિટીઝનના પ્રમુખ અરવિંદભાઈ શર્મા અને ખેડા જિલ્લા બક્ષીપંચ જિલ્લા મંત્રી ગોવિંદભાઈ શર્મા ઉપસ્થિત રહી કાર્યક્રમ ની શોભા માં અભિવૃદ્ધિ કરી હતી.