ભેભા ગામે રહેતા કુવરબેન રમેશભાઈને પ્રસુતિની પીડા ઉપડતા 108ને જાણ કરવામાં આવતા ડોળાસાની ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી.જગદીશ મકવાણા અને પાયલોટ શૈલેષભાઇ શિંગડ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પર પહોંચીને ઈ.એમ.ટી.જગદીશભાઇ દ્વારા પ્રાથમિક તપાસ કરવામા આવી હતી.
પણ કુવરબેન અસહ્ય દુખાવો હોવાથી તત્કાલીન અમદાવાદ 108 સેન્ટર ખાતેના ડોક્ટર સાથે ફોન દ્વારા માર્ગદર્શન હેઠળ અને એમબ્યુંલન્સ માજ નોર્મલ પ્રસુતિ કરાવી હતી. અને જરુરી દવા આપી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. અને નજીકની સરકારી હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા. દીકરાનો જન્મ થતા પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. અને મહિલાના પરિવારે ૧૦૮ ના સ્ટાફનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.