Gujarat

માંગરોળ બંદર પ્રાથમિક શાળા ખાતે ગણીત વિજ્ઞાન પ્રદર્શન મેળો યોજાયો

જેમા વિઘાર્થીઓ દ્વારા 100 થી કૃતિઓ રજુ કરાય,,
માંગરોળ બંદર શાળાના પટાંગણ મા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરુપે માંગરોળ ખારવા સમાજ પ્રેરિત બંદર શિક્ષણ સંકુલ આયોજીત ચાર શાળાઓનુ ગણીત વિજ્ઞાન પ્રદર્શન મેળાનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ જેમા બંદર પ્રાથમિક શાળા, સોસાયટી પ્રાથમિક શાળા, પરમેશ વિદ્યાલય, જીજ્ઞાશા વિદ્યાલય ના તમામ વિધ્યાર્થીઓ તેમજ વિઘાર્થીનીઓ  ખુબજ ઉત્સાહભેર ભાગ લઈ અલગ અલગ વિષયો પર વિવિધ મોડેલ પ્રયોગો પ્રોજેક્ટ સહીત 100 થી પણ વધુ તૈયાર કરેલ કૃતિઓ રજુ કરાઈ હતી. બાળકોમાં વિજ્ઞાન અને ગણિત નું મહત્વ સમજાય તેવા ઉમદા હેતુ સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમા ગણીત વિજ્ઞાન આધારિત વિવિધ પ્રયોગો સાથે સુર્યમંડળ,ખાદ્યપદાર્થોમાં ભેળસેળ, ટ્રાફિક નિયમો વિષય પર સમજણ જેવી વિવિધ વિષય ની કૃતિઓએ આકર્ષણ જમાવ્યું હતું
સાથે આ અવસરે ઉપસ્થિત નિહાળવા આવેલ વાલીઓ સહીત ખારવા સમાજના વેલજીભાઈ મસાણી, તુલસીભાઇ ગોસિયા, સુરેશભાઈ ગોસિયા, વિશ્વ હિન્દુપરિષદ ના વિનુભાઇ મેસવાણીયા, પ્રકાશભાઈ લાલવાણી સહિત આમંત્રિત મહેમાનો સમક્ષ વિધ્યાર્થીઓ દ્વારા બનાવેલ વિવિધ કૃતિઓ વિષે સુંદર માહિતીઓ પણ પુરી પાડી હતી,,,