Gujarat

ગીરગઢડા પંથકમાં આજે વહેલી સવારથી જ મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી…4 કલાકમાં 5 ઈંચ વરસાદ થી નદીઓમાં ઘોડાપુર..

ગીરગઢડાના ધોકડવા ગામે આજે વહેલી સવારથી જ મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા.  સવારથી વરસાદી માહોલ વચ્ચે ગીરગઢડા સહિત ગીર પંથક અને આજુબાજુના અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો.

ગીર પંથકમાં ભારે વરસાદના કારણે ગીરગઢડાના નગડીયા ગામ ભારે વરસાદને લઇ ગામ સંપર્ક વિહોણું થયું હતું. જોકે ગીરગઢડા, ધોકડવા નગડીયા, સોનારીયા, કોઠારીયા, જસાધાર, તુલશીશ્યામ, સહિતના ગામોમાં વહેલી સવારથી મેધ મહેર બન્યા હતા.
ઉના ગીરગઢડાની જીવા દોરી સમાન મચ્છુંન્દ્રી ડેમ તેમજ રાવલ ડેમ ઉપર પણ ભારે વરસાદથી નદીઓમાં પુર આવ્યુ હતું. મચ્છુંન્દ્રી ડેમ ઉપર 5 ઇંચ વરસાદથી વરસી જતા ડેમમાં પાણીની આવક વધી ગઈ હતી. જોકે રાવલ ડેમમાં 2ઈંચ વરસાદ વરસ્યો હતો.  ગીર જંગલ નજીક આવેલ નગડીયા ગામની શાહી નદીમાં પૂર આવતા નગડીયા ગામ લોકોની અવર જવર બંધ થઈ ગઈ હતી. અને ગામ સંપર્ક વિહોણું બન્યું હતું.