Gujarat

છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી સદસ્યતા અભિયાન 2024 નો શુભારંભ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલ સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી સદસ્યતા અભિયાન 2024 નું શુભારંભ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાની સાથે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતીભાઈ રાઠવા,જિલ્લા ભાજપ પ્રભારી રમેશભાઈ ઉકાણી, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, રામસિંગભાઈ રાઠવા, સદસ્યતા અભિયાન 2024 ના જિલ્લાના સંયોજક મેહુલભાઈ પટેલ, સહ સંયોજક શર્મિલાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સદસ્યતા  અભિયાન 2024નો રાષ્ટ્રીય કક્ષાનો શુભારંભ બીજી તારીખે થયો હતો.
 
અને પ્રદેશ કક્ષાનો શુભારંભ ત્રીજી તારીખે થયો હતો. અને આજે જિલ્લા કક્ષાનો શુભારંભ છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર