ભાણવડ તાલુકાના મેવાસા ગામે સમગ્ર શિક્ષા દ્વારા સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત શહીદ વીર રમેશ જોગલ પ્રા.શાળાના નવું બિલ્ડિંગ તથા કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.શહીદ વીર રમેશ જોગલ પ્રાથમિક શાળામાં રૂ.1.75 કરોડના ખર્ચે 12 રૂમ તથા રૂ.6લાખથી વધુ રકમના ખર્ચે અદ્યતન કોમ્પ્યુટર લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, આજરોજ મેવાસા ગામને પ્રાથમિક શાળાની નવી બિલ્ડિંગ અને કોમ્પ્યુટર લેબની સુવિધા પ્રાપ્ત થઈ છે.
મેવાસા ગામના યુવાન જેને દેશના સીમાડા પર માતૃભૂમિ રક્ષણ કરતા શહીદી વહોરનાર શહીદ વીર રમેશ જોગલના નામ પર આ પ્રાથમિક શાળા નામકરણ કરતા શાળાના વિદ્યાર્થીઓમાં પર રાષ્ટ્રભક્તિ ભાવના પ્રબળ બનશે.
ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આધુનિક યુગમાં સોશ્યલ મીડિયા અંગે સતર્કતાને રજૂ કરતું લઘુ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય માલદેભાઈ ડેર તેમજ આભારવિધિ રણમલભાઈ બારીયા દ્વારા કરવામાં આવી હતી.

