અન્ન અને નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રીશ્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે છોટાઉદેપુર જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કર્યા બાદ છોટાઉદેપુર તાલુકાના સુરખેડા ખાતે જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી હતી.
આ તકે તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી યોજનાની વિગતો મેળવીને જિલ્લાના તમામ લોકો પુરતું પાણી મળી રહે તેવું આયોજનબદ્ધ કાર્ય કરવા સૂચવ્યું હતું. મંત્રીએ ગામના સરપંચની પાણીની રજુઆત અંગે ઝડપભેર કાર્ય કરવા જણાવ્યું હતું.
મંત્રીની આ મુલાકાત વેળાએ તેમની સાથે સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, પાણી પુરવઠા, વાસ્મો સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

