Gujarat

તાલુકા કક્ષાનાં કલા ઉત્સવમાં ઓલપાડની કુદિયાણા પ્રાથમિક શાળાની મિષા પટેલ ઝળકી

વિવિધ કૌશલ્યનાં વિકાસનાં ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા તથા પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવાનાં હેતુસર જીસીઈઆરટી, ગાંધીનગર દ્વારા કલાઉત્સવનું  આયોજન કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાનાં કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
સદર કલા ઉત્સવમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી ચિત્ર સ્પર્ધામાં કુદિયાણા પ્રાથમિક શાળાની ધોરણ- 8 માં અભ્યાસ કરતી મિષા જયેશભાઈ પટેલે પ્રથમ ક્રમે વિજેતા બની શાળા, ગામ તેમજ તાલુકાનું નામ રોશન કરેલ છે. તેણીને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યાં હતાં.
શાળાનાં આચાર્ય વિનોદ પટેલ માર્ગદર્શિત આ દીકરીને સંઘ પ્રમુખ બળદેવભાઈ પટેલ, નયનાબેન પટેલ સહિત સ્ટાફગણ, એસ.એમ.સી. અધ્યક્ષ કલ્પનાબેન પટેલ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર હેમાલી પટેલ ઉપરાંત કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાનાં શિક્ષકોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.