138 જેતપુર પાવી વિધાનસભાના બોડેલી તાલુકાના મુલધર ગામે નવીન બ્રિજ તેમજ એપ્રોચ રોડ મુલધર બ્રિજનું 952.88 લાખના ખર્ચે બ્રિજનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા ની રજૂઆતના પગલે આ મંજુર તથા જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો અધિકારીઓ કર્મચારીઓ અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

