Gujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે વધુ વરસાદ અને વાવાઝોડાના કારણે મકાન ધરાશય થયા હોય તેવા લાભાર્થીઓને સહાયરૂપે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા

છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકા પંચાયત કચેરી ખાતે 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કવાટ તાલુકાના વિવિધ ગામોના લાભાર્થીઓને વધુ વરસાદ અને વાવાઝોડાના કારણે મકાન ધરાશય થયા હોય તેવા લાભાર્થીઓને સહાયરૂપે ચેક વિતરણ કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્યની સાથે કવાટ તાલુકા પંચાયતના પ્રમુખ મિલનભાઈ રાઠવા, કવાટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પિન્ટુભાઇ રાઠવા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ રાઠવા, વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો, કવાંટ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સહિત લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર