Gujarat

ઉનાના ઉમેજ ગામથી પસાર થતી રાવલ નદીમાં    નવનિર્માણ પુલના કામની સ્થળ પર ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું…વહેલીતકે પુલનું કામ પૂર્ણ કરવા સૂચના આપી

ઉનાના ઉમેજ ગામે થી પસાર થતી રાવલ નદી ઉપર નવનિર્માણ પુલનું કામ શરૂ છે. ત્યારે આ પુલના સ્થળ પર ધારાસભ્યએ મુલાકાત લીધી હતી. અને પોતે જાત નિરીક્ષણ કર્યું હતું. બાદમાં આ પુલનું કામ વહેલીતકે પૂર્ણ કરવા સૂચના આપી હતી.
તાલુકાના ઉમેજ ગામથી પસાર થતી રાવલ નદી ઉપર પુલનું બાંધકામ ચાલુ છે. અને આ પુલના કામનું ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સ્થળ ઉપર પહોંચી જાત નિરીક્ષણ કર્યું હતું. અને આ પુલનું કામ ચોમાસા પહેલા વહેલી તકે થાય અને સારી ગુણવત્તાનું કામ સારું થાય તેવું પુલનું કામ કરાવતા કોન્ટ્રાક્ટરને જરૂરી સુચના આપવામાં આવી હતી
આ તકે પૂર્વ તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ભાવુભાઈ ચાવડા, સરપંચ હામભાઈ, હસમુખભાઈ ગોહિલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ પુલના નિર્માણ બાદ આ વિસ્તારના ગ્રામજનોને ખેડૂતો તેમજ આજુબાજુના ગામોના લોકોને મુશ્કેલી દૂર થશે જેથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.