Gujarat

ઉના રામનગર ખારામાં જતા રેલ્વે નાળા નીચે પાણી ભરાતા લોકોને અવર જવરમાં પડતી હાલાકી દૂર કરતા ધારાસભ્ય કે સી રાઠોડ… યુદ્ધના ધોરણે પથ્થરો માંગવી રસ્તાનું લેવલ કરી લોકોની સમસ્યા દૂરકરી..

ઉના રામનગર ખારામાં જતા રેલ્વે નાળા નીચે રસ્તા ઉપર પાણી ભરાતા લોકોને અવર જવરમાં કરવામાં ભારે હાલાકી પડતી હતી. ધારાસભ્ય કે સી રાઠોડ સ્થળ મુલાકાત કરી તાત્કાલિક યુદ્ધના ધોરણે પથ્થરો માંગવી લોકોની સમસ્યા દૂર કરવામાં આવી હતી.

ઉના શહેરના રામનગર ખારા તરફ આવેલ રેલવે નાળા નીચેથી પસાર થતા રસ્તા પર ખાડા પડી ગયેલ હોય અને વરસાદના કારણે આ ખાડામાં પાણી ભરાતાં ત્યાથી પસાર થતા લોકોને ભારે હાલાકી પડતી હતી. જે અંગેની જાણ ઉનાના લોકપ્રિય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને થતા તાત્કાલિક સ્થળે પહોંચી અને નગર પાલિકાના કર્મચારી સ્ટાફને સાથે રાખી ટ્રેક્ટર દ્વારા પથ્થરો મંગાવી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી રામનગર ખારા વિસ્તારનાં લોકોને તેમજ આજુબાજુના વિસ્તારના લોકોને અને વાહન ચાલકોને થતી મુશ્કેલી દૂર કરવામાં આવી હતી