Gujarat

જનતાને માર્ગ સંબંધિત અગવડતા ભોગવવી ન પડે તે માટે ગુજરાત સરકાર સતત કાર્યશીલ છે : ધારાસભ્ય મહેશ ભૂરીયા

આજ રોજ ઝાલોદ વિધાનસભામાં સમાવિષ્ટ લીમડી અને પાવડી જિલ્લા પંચાયત સીટમાં કુલ રૂ.1381.50 લાખના માતબર ખર્ચે 41.05 કિ.મી લંબાઈના નીચે મુજબના 14 રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું.જેમાં કારઠ ગામે રૂ.60 લાખના ખર્ચે 2.00 કિ.મી લંબાઈના કારઠ કંબોઈ ફળીયા રોડ ,રૂ.351 લાખના ખર્ચે 6.50 કિ.મી લંબાઈના કારઠ પરથમપુર પાવડી રોડ,લીમડી ગામે રૂ.27.90 લાખના ખર્ચે 0.93 કિ.મી લંબાઈના લીમડી ટાંડી બાંડી કોતર ફળીયા રોડ,લીલવા ગામે રૂ.150 લાખના ખર્ચે 5.00 કિ.મી લંબાઈના લીલવા સાબલી મલવાસી રોડ,રૂપાખેડા ગામે રૂ.27.30 લાખના ખર્ચે 0.91 કિ.મી લંબાઈના રૂપાખેડા ક્રોસિંગ નવી વસાહત ફળીયા રોડ,,પરથમપુર ગામે રૂ.73.50 લાખના ખર્ચે 2.45 કિ.મી લંબાઈના પરથમપુર શીરા ફળીયા રોડ,પાવડી ગામે નિર્માણ થનાર રૂ.195 લાખના ખર્ચે 6.50 કિ.મી લંબાઈના પાવડી ધારાડુંગર રોડ,રૂ.33.30 લાખના ખર્ચે 1.11 કિ.મી લંબાઈના પાવડી ગોરી ફળીયા રોડ,રૂ.141 લાખના ખર્ચે 4.70 કિ.મી ના પાવડી ધારાડુંગર રોડ અને રૂ.58.50 લાખના ખર્ચે 1.95 કિ.મી. લંબાઈના પાવડી લુહાર ફળીયા રોડ,મીરાખેડી ગામે અંદાજીત રૂ.57.90 લાખના ખર્ચે બનનાર 1.93 કિ.મી લંબાઈના મીરાખેડી કાટસ ફળીયા રોડ,ડગેરિયા ગામે રૂ.35.10 લાખના ખર્ચે 1.17 કિ.મી લંબાઈના ડગેરીયા ડાંગી ફળીયાથી ગામતળ રોડ,મોટી હાંડી ગામે રૂ.33 લાખના ખર્ચે 1.30 કિ.મી લંબાઈના મોટી હાંડી એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. ધારાસભ્ય મહેશ ભૂરીયા એ કહ્યું કે આ નવીન રસ્તાઓના નિર્માણ થયા પછી વાહન વ્યવહારમાં ચોક્કસપણે સુગમતા વધશે.
પંકજ પંડિત  તાલુકો  : ઝાલોદ  જિલ્લો  : દાહોદ