સાવરકુંડલા શહેરમાં આજરોજ મહુવા રોડ ખાતે આવેલ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિમાં સાવરકુંડલા તાલુકા અને લીલીયા તાલુકાના અંદાજિત ૧૫૦ થી વધુ કાર્યકરોએ આજે સાવરકુંડલા ખાતે ધારાસભ્યશ મહેશભાઈ કસવાળા, કૌશિકભાઇ વેકરીયા, જનકભાઈ તળાવિયા અમરેલી જિલ્લાના ભાજપના દિગ્ગજ નેતા મુકેશભાઈ સંઘાણી, સહકારી ક્ષેત્રના અગ્રણી દીપકભાઈ માલાણી, પુનાભાઈ ગજેરા સમેત સાવરકુંડલા તાલુકા લીલીયા તાલુકાના તથા સાવરકુંડલા શહેરના ભાજપના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓની વિશાળ ઉપસ્થિતિમાં સાવરકુંડલા તેમજ લીલીયા વિસ્તારના કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

આ પ્રસંગે મંચ પર ઉપસ્થિત વકતાઓએ તમામને આવકારી હાર્દિક અભિનંદન પણ પાઠવ્યા હતાં. રાષ્ટ્રીય ચેતના અને પક્ષની રાષ્ટ્રીય વિચારધારાને વરેલા વકતાઓએ આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન પણ કર્યા હતાં.. ભારતીય જનતા પાર્ટી પોતાના નાનામાં નાના કાર્યકરને પણ દેશ સેવા માટે મોટી તક આપે છે એવું પણ આ તકે જણાવવામાં આવ્યું હતું.

