પાટણની વર્લ્ડ હેરીટેજ રાણકીવાવામાં દિવાળીના તહેવારમા સહેલાણીઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. છેલ્લા ચાર દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રાણકીવાવા અને સહસત્રલીંગ તળાવની મુલાકાત લીધી હતી. કેટલાક પ્રવાસીઓ પરીવાર સાથે રાણકીવાવમાં યાદગીરી માટે સેલ્ફી લેતા નજરે પડ્યા હતા.

દિવાળીના તહેવારોમાં વર્લ્ડ હેરિટેજ પાટણની રાણકીવાવને નિહાળવા માટે પર્યટકો ઉમટી પડતા રાણકીવાવ સંકુલ પર્યટકોથી ઉભરાઇ ગયું હતું. છેલ્લા ચાર દિવસમાં ભારતીય અને વિદેશ પ્રવાસીઓએ રાણકીવાવ અને સહસ્ત્રલીગ તળાવની મુલાકાત લઈ રહ્યા છે.
છેલ્લા ચાર દિવસમાં ગુરુવાર થી રવિવાર સુધીમાં 20 હજારથી વધુ ભારતીય અને વિદેશી પ્રવાસીઓએ રાણીની વાવને નિહાળી હતી. ત્યારે કેટલાક પ્રવાસીઓ પરીવાર સાથેની યાદગીરી માટે સેલ્ફી લેતા નજરે પડ્યા હતા.

