કચ્છ બુલીયન ફેડેરેશન દ્વારા ગાંધીધામ ગોલ્ડ એન્ડ સિલ્વર મર્ચન્ટ એસોસીએશનના યજમાન પદે ગાંધીધામ મધ્યે કેશ્યુઅલ ટુ કોર્પોરેટ બીઝનેશ ગ્રોથ સેમીનાર યોજાયો હતો જેમાં જિલ્લામાંથી 350 થી વધુ સોના ચાંદીના વેપારીઓ જોડાયા હતા.
સોના ચાંદીના વેપારીઓ બદલાયેલા સમય અને પરિસ્થિતિ વચ્ચે નિતી નિયમોનું પાલન કરીને સોશિયલ મીડીયાનો ભરપુર ઉપયોગ કરીને પોતાના ધંધાનો વિકાસ કેવી રીતે કરી શકે એની માહિતી હેડવે બીઝનેશ સોલ્યુશનના બેનર નીચે જ્વેલરી ક્ષેત્રના કોચ અને કન્સલટન્ટ પરેશભાઈ રાજપરાએ આપી હતી.
સમય પ્રમાણે સૌ વેપારીઓએ અપગ્રેડ રહેવું પડશે અને એના દ્વારા પોતાના ધંધાનો વિકાસ કરવો પડશે એ બાબત કેટલાય ઉદાહરણો દ્વારા સવિસ્તાર સમજાવી હતી. સતત ત્રણ કલાક સુધી જ્વેલરી બીઝનેશના વિકાસ માટેનું મોટીવેશનલ વક્તવ્ય આપ્યું હતું.
આ સેમીનારમાં ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલના પૂર્વ ચેરમેન હરેશભાઈ સોની, ઈન્ડીયા બુલીયન એન્ડ જ્વેલર્સ એસો.ના ઉપપ્રમુખ અને રાજકોટ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ આડેસરા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.કચ્છ જિલ્લા સોના ચાંદી મહામંડળના પ્રમુખ હિરાલાલભાઈ સોની એમની સમગ્ર ટીમ સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.