Gujarat

લોકસભા ચૂંટણીનો પહેલા તબક્કામાં ૨૧ રાજ્યની ૧૦૨ બેઠકો પર ૬૨% થી વધુનું મતદાન

નીચે આપેલ આંકડા સમાચાર લખાય છે ત્યાં સુધી ના છે.

પ્રથમ તબક્કામાં ૧૬૦૦થી વધુ ઉમેદવારો મેદાનમાં છે.

પહેલા તબક્કામાં દિગ્ગજ નેતા નીતિન ગડકરી,ચિરાગ પાસવાન,કે.અન્નામલાઈ, કનિમોઝી, જીતિન પ્રસાદ,નીશિથ પ્રમાણિક અને નકુલનાથના ભાવીનો ફેંસલો થશે. આ પ્રથમ તબક્કા ના મતદાનમાં નવ કેન્દ્રીય પ્રધાન, બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને એક ભૂતપૂર્વ રાજ્યપાલનો પણ સમાવેશ થાય છે.

શુક્રવારે પ્રથમ તબક્કાના મતદાનમાં ૨૧ રાજ્યોની ૧૦૨ બેઠકો પર મતદાન થયું છે. ચૂંટણીપંચના આંકડા અનુસાર સાંજે પાંચ વાગ્યા સુધી ૫૯.૬૬ ટકા મતદાન થયું છે.

ત્રિપુરા, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં ૭૭.૫૭ ટકા અને ત્રિપુરામાં ૭૬.૧૦ ટકા મતદાન થયું છે.ઉત્તર પ્રદેશમાં ૫૩.૫૬ ટકા, જમ્મુ-કાશ્મીરની ઊધમપુર બેઠક પર ૬૫.૦૮ ટકા, મધ્ય પ્રદેશમાં ૬૩.૨૫ ટકા મતદાન થયું છે, જ્યારે બિહારમાં લગ ભગ ૪૬.૩૨ ટકા મતદાન સાથે સૌથી ઓછુ થયું છે.

રાજ્ય સરેરાશ મતદાન ( ટકામાં)

પશ્ચિમ બંગાળ ૭૭.૫૭
ત્રિપુરા ૭૬.૧૦
આસામ ૭૦.૭૭
પુડુચેરી ૭૨.૮૪
મેઘાલય ૬૯.૯૧
સિક્કિમ ૬૮.૦૬
મણિપુર ૬૭.૬૬
જમ્મુ કાશ્મીર ૬૫.૦૮
છત્તીસગઢ ૬૩.૪૧
અરુણાચલ પ્રદેશ ૬૩.૨૭
મધ્ય પ્રદેશ ૬૩.૨૫
તમિલનાડુ ૬૨.૦૨
લક્ષદ્વીપ ૫૯.૦૨
ઉત્તરાખંડ ૫૭.૫૪
આંદામાન નિકોબાર ૫૬.૮૭
નાગાલેન્ડ ૫૫.૭૯
મહારાષ્ટ્ર ૫૪.૮૫
ઉત્તર પ્રદેશ ૫૩.૫૬
મિઝોર ૫૨.૭૩
રાજસ્થાન ૫૦.૨૭
બિહાર ૪૬.૩૨