બિહારમાં લગ્ન સિઝન અને હાલ ઉનાળું વેકેશનને લઈ સવારે 8 કલાકે ઉપડનારી ઉધના-જયનગર અંત્યોદય ટ્રેનમાં યુપી-બિહાર તરફ જવા 7 હજાર યાત્રી એકસાથે સ્ટેશન પરિસરમાં આવી જતા અફરાતફરી સર્જાઈ હતી. યાત્રીઓ રેલવે ટ્રેક પર યાત્રીઓ ઉભા રહી ગયા હતા.
તંત્ર દ્વારા સ્પેશિયલ ચાર ટ્રેન દોડાવી 13000થી વધુ મુસાફરોને મોકલ્યા હતા. જેમાં રૂટીન બે ટ્રેન તાપ્તીગંગા અને ઉધના-જયનગર ઉપરાંત બે સ્પેશિયલ ટ્રેન ઉધના-જયનગર અને ભાગલપુર એક્સપ્રેસ અને વધારાના બે ટ્રેન ઉધના-જયનગર અને સુરત-ગોરખપુર એમ વધુ બે સ્પેશિયલ ટ્રેન દોડાવાઈ હતી.
ડિવિઝનમાં રજૂઆત બાદ વધુ બે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની મંજૂરી આપી હતી. પશ્રિમ રેલવેના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યું કે, રવિવારે ઉધના સ્ટેશન પર અસામાન્ય વધારો થયો હતો.
આરપીએફ, જીઆરપી અને ટીટીઇને ચેકિંગમાં તૈનાત કરાયા હતા. સવારની જયનગર ટ્રેન ફૂલ થતા સેંકડો યાત્રી પ્લેટફોર્મ પર ભેગા થઈ ગયા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, અમે કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરતા વધુ 6 ટ્રેન ફાળવવા જાહેરાત કરી છે. યાત્રીઓએ દોડધામ ન કરવા જણાવ્યું હતું.

યુપી માટે 6 ટ્રેન છે વધુ 6 ટ્રેનને મંજૂરી અપાઈ : સી.આર.પાટીલ
સુરતમાં રોજગારી અર્થે આવેલા હજારો યુપી, બિહારવાસીઓએ ઉનાળું વેકેશન તેમજ ચૂંટણીને લઈ વતન તરફ પ્રયાણ કર્યું છે. ત્યારે રવિવારે સવારે ઉધના સ્ટેશન પર અકડેઠઠ ભીડ ઉમટી હતી.
