વન્ય જીવ બચાવો જેવી થીમ બનાવીને પ્રાણીઓને બચાવવા એક સંદેશો લોકોને આપ્યો..
ઉના તાલુકાના નવાબંદર વન વિભાગના રાઉન્ડ સ્ટાફ દ્વારા પાંચથી વધુ અલગ અલગ ગામોમાં આવેલી શાળા ઓમા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વન વિભાગના અધિકારી, કર્મચારી સ્ટાફ સહિત શાળાના શિક્ષકો સહીત ઉપસ્થિત રહ્યા હતા.
નવાબંદર વન વિભાગ રાઉન્ડ સ્ટાફ ટીમ દ્વારા તાલુકાની વિવિધ શાળાઓમાં જઈ વન્ય પ્રાણીઓ વિશે વિડિયોગ્રાફી જાણકારી આપી તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન શાળાઓમાં કરવામાં આવ્યું.શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, તેમજ માનવ જાત અને પ્રાણીઓ વચ્ચે સંઘર્ષ ઘટે તે અંગે ની માહિતી આપવામાં આવી..
ઉનાની સોનારી, કાજરડી, કેસરીયા, એલમપુર, સનખડા જેવી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઊભા રહીને સેવ વાઈલ્ડ લાઈફ,સેવ એનિમલ,વન્ય જીવ બચાવો જેવી થીમ બનાવીને પ્રાણીઓને બચાવવા એક સંદેશો લોકોને આપ્યો..