Gujarat

પાનવડ પો.સ્ટે વિસ્તરમાંથી ચોરી થયેલ મોટર સાઇકલ તથા કવાંટ પોસ્ટે વિસ્તારમાંથી ચોરી થયેલ મોબાઇલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી ગણતરીના દિવસમાં બન્ને ગુનાનો ભેદ ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ……

ઈમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ….  જે અન્વયે  વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, એક રજીસ્ટ્રેશન નંબર વગરની એચ.એફ.ડીલક્ષ મોટર સાયકલ શંકાસ્પદ હાલતની લઇને ત્રણ ઇસમો રુમડીયા ગામ તરફથી કરજવાંટ ચોકડી તરફ આવી રહેલ છે.
જે હકીકત આધારે કરજવાંટ ચોકડી પાસે વોચ નાકા બંધી કરી હીરો કંપનીની એચ.એફ.ડીલક્ષ મોટર સાયકલ સાથે ચાલકને પકડી પાડી ગાડીની માલીકી અંગે આધાર-પુરાવો માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી જેથી પોકેટકોપ મોબાઇલમાં ચેચીસ નંબર તથા એન્જીન નંબર ઉપરથી સર્ચ કરતા તેનો સાચો રજી. નં GJ-17-BL-0892 જણાઇ આવેલ તે હીરો કંપનીની એચ.એફ.ડીલક્ષ મોટર સાયકલના માલીકનો સંપર્ક કરતા તેમણે પાનવડ પોલીસ સ્ટેશન ઇ-એફ.આઇ.આર. રેફરન્સ નંબર  ૨૦૨૪૦૭૪૦૫૫૩૫૮૨ થી દાખલ કરેલાનું જણાવેલ ત્યાર બાદ તેમની પાસેનો વિવો કંપનીના મોબાઇલ  કવાંટથી ચોરી કરી લાવેલાનુ જણાવેલ જેથી પકડાયેલા ઇસમો નિલેશભાઇ પરસોત્તમભાઇ રાઠવા,સંતોષભાઇ રાજુભાઇ રાઠવા,જસવંતભાઇ ભારસીંગભાઇ રાઠવાને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની છ કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર