Gujarat

ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્યસ્તરની તકેદારી અને મોનેટરીંગ સમિતિની બેઠકમાં સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત આદિજાતિઓ (અત્યાચાર નિવારણ) સુધારા નિયમો 2018 અન્વયે રચાયેલ રાજ્યસ્તરની તકેદારી અને મોનિટરીંગ સમિતીની બેઠક યોજાઇ હતી.
જેમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ- ખાસ કરીને માનવ ગરિમા યોજના, ડોક્ટર આંબેડકર વિદેશ અભ્યાસ લોન તથા સમરસ હોસ્ટેલ વગેરેમાં રાજ્ય સરકારની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર