શ્રીમતી અનુપ્રિયા પટેલે શાસ્ત્રી ભવન ખાતે રસાયણ અને ખાતર મંત્રાલયનાં રાજ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે વાતચીતમાં તેમણે ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને દેશની સેવા કરવાની આ તક આપવા બદલ તેમનો આભાર માન્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, પ્રધાનમંત્રીનાં નેતૃત્વમાં અને કેન્દ્રીય મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાનાં માર્ગદર્શન હેઠળ રસાયણ અને ખાતર મંત્રાલય વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનાં શ્રી નરેન્દ્ર મોદીનાં સ્વપ્નને સાકાર કરવા માટે કટિબદ્ધ હશે અને આ દિશામાં તેઓ ટૂંક સમયમાં જ મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે પ્રગતિની સમીક્ષા કરશે, જેમાં વિવિધ પહેલો શરૂ કરવામાં આવશે, જેમાં “૧૦૦ ડેઝ એક્શન પ્લાન” સામેલ છે તેમજ આ ઉદ્દેશ્ય તરફ આગામી પાંચ વર્ષમાં વિવિધ યોજનાઓનો શુભારંભ પણ સામેલ છે.
આ અગાઉ તેમણે વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી (૨૦૨૧થી લઈને અત્યાર સુધી) તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી (૨૦૧૬-૨૦૧૯)ના વિભાગો સંભાળ્યા છે. ઉપરાંત પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, મહિલા સશક્તિકરણ, ઓબીસીનું કલ્યાણ, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગોનું કલ્યાણ, રેલવે સંમેલનો, ઊર્જા જેવી વિવિધ સંસદીય સમિતિઓનો પણ ભાગ રહી ચૂક્યા છે.

