બાલ રક્ષક પ્રતિષ્ઠાન દ્વારા આયોજીત ગુજરાત ગુરૂ ગૌરવ એવોર્ડ સન્માન કાર્યક્રમ ઓડિટોરીયમ હોલ ગાંધીનગર ખાતે યોજાયો જેમાં ગૂજરાત ભરના ૧૩૦ જેટલા શિક્ષકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા.આ કાર્યક્રમમાં પુલકીત જોષી ( નાયબ નિયામક), એસ. જે ડુમરાળિયા (સચિવ જીસીઇઆરટી) નગરપાલિકાના મેયર, એમ.એન. પટેલ , નિષાદ ઓઝા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષકોને બિરદાવવાનું કામ કર્યુ હતું અને શિક્ષકોને કામ કરવાની ક્ષમતામા એક નવી ઉર્જા પ્રદાન કરી હતી.મુકેશભાઈ નિનામાનું સન્માન થતાં તમામ મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ