Gujarat

ગુજરાતના મુઠિ ઉંચેરા લોક સેવક શ્રી કાંતિભાઈ પરસાણાનું વડીલ વંદના કાર્યક્રમમાં અભિવાદન..

શિશુવિહાર સંસ્થામાં ભાવનગરના લોક સેવક ડૉ. નિર્મળ ભાઈ વકીલની સ્મૃતિમાં ૩૩ મો વૃદ્ધજન સન્માન સમારંભ સંસ્થા પ્રાંગણમાં યોજાયો. જેમાં નઇ તાલીમના શિક્ષણ માધ્યમથી લાખો વિધાર્થીઓ સુધી પહોંચાડી જીવન સુધાની પ્રવૃતિમાં યોગદાન આપનાર શ્રી કાંતિભાઈ પરસાણાનું અભિવાદન થયું.. ખાદી ગ્રામોદ્યોગ, સામાજિક સહકારી સંસ્થા ઓના સફળ , અનુભવી સંચાલક રહ્યા હતા.૧૯૫૧ થી કરુણા પ્રધાન ખાદી ના વસ્ત્રો ધારણ કર્યા છે. સમર્પિત ગુરુજનો શ્રી લલ્લુ ભાઈ શેઠ, નાનાભાઈ ભટ્ટ , મનુભાઈ પંચોળી, વજુભાઈ શાહ તેમના પ્રેરણાસ્તોત્ર છે. તેમણે ૨૦ વર્ષ પૂર્વે થોરડી મુકામે લોકસેવક સંઘ ની સ્થાપના કરી તેમજ હાલમાં મેનેજીંગ ટ્રસ્ટી છે..
ગ્રામીણ વિસ્તારના વંચિત બાળકોના શિક્ષણ માટે પ્રાથમિક શાળા તેમજ ૧૨ ધોરણ સુધીની માધ્યમિક શાળા , દિવ્યાંગ દ્ર્ષ્ટીહિન બાળકો માટે નિવાસી અંધ વિદ્યાલય, પુનઃ વર્સન તાલિમ , વિકલાંગોને નિ: શુલ્ક સાધન સહાય, મહિલા સશિતકરણ, વ્યસમુક્તિ, પર્યાવરણ, ગૌસંવર્ધન, સર્વ રોગ નિદાન, લઘુ ઉદ્યોગ, તાલીમ કેન્દ્ર તથા કુદરતી માનવીય આપતી સમયે સહાય કાર્ય  શ્રી કાંતિભાઈ પરસાણા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ , આશીર્વાદ ફાઉન્ડેશન તથા અન્ય સંસ્થાઓ દ્વારા સન્માન થયું છે..ગુજરાતના મૂઠ્ઠી ઉંચેરા લોક સેવક તરીકે શ્રી કાંતિભાઈ પરસાણાનું અભિવાદન સમસ્ત વડીલો માટે પ્રેરણાદાયી બને છે…
બિપીન પાંધી