Gujarat

નનસાડ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષિકા રીના રોઝલીનની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યાધ્યક્ષ તરીકે વરણી

સંગઠનને સમર્પિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહિલા ઉપપ્રમુખ એવાં રીનાબેનની ફરજનિષ્ઠાની રાજ્ય સંઘે નોંધ લીધી
કામરેજ તાલુકાની નનસાડ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહિલા ઉપપ્રમુખ એવાં  રીના રોઝલીન ક્રિશ્ચિયનને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી જૈમિનભાઈ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવતા કામરેજ તાલુકાનાં શિક્ષણ આલમમાં આનંદની લહેર વ્યાપી જવા પામી  છે.
સંગઠનને સમર્પિત રીનાબેનની કાર્યદક્ષતાની રાજ્ય કક્ષાએ નોંધ લેવાતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલ, મહામંત્રી અરવિંદ ચૌધરી, સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંત પટેલ, પ્રફુલ પટેલ, ધીરુ પટેલ, અનિલ ચૌધરી સહિત કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ સિરાજ મુલતાની, મંત્રી મહેશ હીરપરા તથા હોદ્દેદારોએ આનંદ અને ગૌરવ સહ અભિનંદન પાઠવ્યા હતાં. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.