ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢનાં કુલપતિશ્રી ચેતન ત્રિવેદીના અધ્યક્ષસ્થાને અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં કુલપતિશ્રી એમ એમ ત્રિવેદી સાહેબનાં હસ્તે જગદીશ પંડ્યા અને આંતરરાષ્ટ્રીય કથક ડાંસર જિજ્ઞા દીક્ષિત સંપાદિત નર્તનને નમન નવ ગજના પુસ્તકનું વિમોચન તા ૨૨-૯-૨૪ ને રવિવારે શિશુવિહાર ભાવનગર ખાતે યોજાઈ ગયું આ તબક્કે મુખ્ય મહેમાન તરીકે પ્રસિદ્ધ કવિશ્રી વિનોદભાઇ જોશી અને અતિથિવિશેષશ્રીઓ તરીકે કવિશ્રી હિમલભાઈ પંડ્યા સર ટી હોસ્પિટલ સિવિલ સર્જન ડૉ ફિરદૌસ દેખૈયા, શ્રી ધીરેન્દ્રભાઇ વૈષ્ણવ અને પ્રકાશકુમાર રાવ ઉપસ્થિત રહ્યા હતા આ સમારંભમાં તારક મહેતાનાં ઉલ્ટા ચશ્મા ફેઈમ સુંદરલાલ (મયુર વાકાણી)ખાસ ઉપસ્થિત રહ્યા હતા

જ્યારે અમદાવાદ સ્થિત પુસ્તકના સંપાદક તરીકે ઉપસ્થિત રહેલા આંતરરાષ્ટ્રીય કથક ડાંસર જિજ્ઞા દીક્ષિતે એકલનૃત્યની બેનમૂન પ્રસ્તુતિ કરી સૌને ખુશખુશાલ કરી દીધા હતા ઉપરાંત અન્ય વિવિધ સંસ્થાઓએ પણ નૃત્યની પ્રસ્તુતિ કરી હતી કલાપથ સંસ્થાનાં પ્રમુખ મનુભાઈ દીક્ષિતે અને સંચાલક કુશલ દીક્ષિતે જગદીશ પંડ્યાનું પાઘડી અને શાલ ઓઢાડી સન્માન કયું હતું

તેમજ વિવિધ વક્તિઓ અને સંસ્થાઓ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સુંદર સંચાલન મિતુલભાઈ રાવલે કર્યું હતું અંતમાં સૌનું આભાર દર્શન રાજેન પંડ્યાએ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા કલાપથ સંસ્થાન કલાકારોએ જહેમત ઉઠાવી હતી


