રાજેન્દ્રસિંહ ચુડાસમા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓએ જીલ્લામાં પ્રોહીબીશન/જુગારની અસામાજીક પ્રવૃત્તિને અંકુશમાં લાવવા સારૂ તેમજ આગામી લોકસભાની સામાન્ય ચુટણી અનુસંધાને પ્રોહીબીશનની અસામાજીક પ્રવુત્તિ કરતા બુટલેગરો ઉપર ચાંપતી નજર રાખી વધુમાં વધુ ગણનાપાત્ર કેસો શોધી કાઢી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડીવીઝન તથા એસ.બી.વસાવા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર બોડેલી સર્કલ નાઓએ ઉપરી અધિકારીઓની સુચનાઓ મુજબની કામગીરી અંગે માર્ગદર્શન આપી મોનીટરીંગ રાખવામાં આવેલ હોય અને ડી.એચ.વાઘેલા પોલીસ સબ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહીબીશનની અસામાજીક પ્રવ્રુતિ ઉપર વોચ રાખી પ્રોહીબીશનના સફળ કેસો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હોય અને આજરોજ ડી.એચ.વાઘેલા પોલીસ સબ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓ પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓને બાતમી મળેલ કે બાતમી હકીકત મળેલ કે, “શરીરે કથ્થઈ કલરનો શર્ટ તેમજ જીન્સનું પેન્ટ પહેરેલ એક ઈસમ વાદળી કાળા કાલરના થેલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી નસવાડી નવા બસ સ્ટેશન ખાતે ઉભો છે ” તેવી ચોકકસ બાતમી હકીકત આધારે નસવાડી નવા બસ સ્ટેશન ખાતે જઈ તપાસ કરતા એક ઈસમને ભારતીય બનાવટના ઈંગ્લીશદારૂની કુલ નાની મોટી બોટલો નંગ-૧૩૫ ની કુલ કિંમત રૂપિયા-૨૮,૨૫૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે આરોપી અંકુશભાઈ દિનેશભાઈ મોરીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આમ નસવાડી પોલીસ દ્વારા પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે.

