Gujarat

ઉના શહેરમાં જય મહાકાલ ગ્રુપ દ્વારા નટરાજ કપ ઓપનીંગ સેરેમની ઓપન નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ-2024 નું પ્રારંભ કરાયો.. ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ દ્વારા ટુર્નામેન્ટનું ઓપનિંગ કરાયું

ઉનામાં જય મહાકાલ ગ્રુપ દ્વારા નટરાજ કપ ઓપનીંગ સેરેમની ઓપન નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ-2024 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અને વિજયભાઈ જોષી એ દીપ પ્રગટાવી નાઇટ ટેનિસ ક્રિકેટનો પ્રારંભ કરાવ્યો હતો. અને ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે અને વિજયભાઈ જોષી એ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેટિંગ કરી પ્રથમ ચોકો ફટકારી ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી.
ઉના શહેરમાં દેલવાડા રોડ પર આવેલ શાહ એચ ડી હાઇસ્કૂલના વિશાળ ગ્રાઉન્ડમાં નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજીક ડો. પ્રિન્સ વિજયકુમાર જોશી ચેરમેન નટરાજ હોસ્પિટલ, વિજય પબ્લિક સ્કૂલ તેમજ જય મહાકાલ ગ્રુપના પ્રમુખ દીપકભાઈ બાંભણીયા દ્વારા કરવામાં આવ્યું છે. આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફુલ 64 ટીમો એ ભાગ લીધો છે.
પ્રથમ બે દિવસ નાના બાળકો માટે ક્રિકેટ મેચ રમાડવામાં આવશે. આ ક્રિકેટ લાઈવ LED ડિસ્પ્લે સ્ક્રીન પર પ્રસારણ પણ થઈ રહ્યું છે. આ વિશાળ ગ્રાઉન્ડમાં ઉના પંથકના ક્રિકેટ પ્રેમીઓ બહોળી સંખ્યામાં આ ક્રિકેટ નિહાળવા ઉમટ્યા હતા.