ભારતના મહાન વૈજ્ઞાનિક સી.વી. રામનના માનમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ ના રોજ તેમણે રામન અસરનો આવિષ્કાર કર્યો હતો.તેથી આ દિવસને વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
જેના અનુસંધાને પે સેન્ટર શાળા નંબર એક માં આજરોજ ગણિત વિજ્ઞાનને લગતા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી પહેલા વિજ્ઞાન શિક્ષક હિતેશભાઈ જોશી દ્વારા સી.વી. રામનનો ટૂંકમાં પરિચય આપ્યો હતો તેમજ તમામ શિક્ષકો દ્વારા સી.વી.રામનના ફોટાને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિશ્વના તથા ભારતના મહાન વૈજ્ઞાનિકોના જીવન પરિચય .શોધ વિશેની વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંચાલન શિલ્પાબેન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હિતેશભાઈ જોશી દ્વારા ગણિત વિજ્ઞાનના અભ્યાસક્રમ આધારિત ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી તેમાં નિર્ણાયકની ભૂમિકા જાગૃતિબેન તથા વૈશાલીબેન નિભાવી હતી. પ્રદૂષણ ,વસ્તી વધારો ,વૈજ્ઞાનિક સિદ્ધિ જેવી થીમ આધારિત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સંચાલન દીપ્તિબેન દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધોરણ પાંચ થી આઠના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનને લગતા વિવિધ મોડેલનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું તેનું સંચાલન મુકેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધોરણ ૧ થી ૪ ના વિદ્યાર્થીઓ દ્વારા ગણિત વિજ્ઞાનને લગતા માટીમાંથી રમકડા બનાવવામાં આવ્યા હતા જેનું સંચાલન જયસુખભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ અંતમાં આ તમામ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને બોલપેન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.