Gujarat

અબ્દુલ કલામ યંગ વુમન સાયન્ટીસ્ટ સેન્ટર ચલાલા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

યૂગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત અબ્દુલ કલામ યંગ વુમન સાયન્ટીસ્ટ સેન્ટર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીની બહેનોને વિજ્ઞાન વિષેની માહિતી જુદા જુદા સાધનોનું માર્ગદર્શન અને પ્રયોગો વિષે વિજ્ઞાન શિક્ષક અરવિંદભાઈએ માહિતી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ડાયરેકટર  મહેશભાઈ મહેતા તેમજ શીતલબેન મહેતાએ જહેમત ઉઠાવી હતી.