વરસાદના કારણે પ્રાકૃતિક કૃષિની તાલીમના સમયમાં ફેરફાર થયો
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ‘વિકાસ સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે, ત્યારે રાજકોટ જિલ્લામાં કલેક્ટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં આશરે ૫૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવાનું આયોજન જિલ્લા પ્રાકૃતિક કૃષિ અધિકારીશ્રીની કચેરી – આત્મા દ્વારા કરવામાં આવ્યું છે. રાજકોટના જેતપુર તાલુકાના હરિપર ગામે આજે ૧૪મી ઓક્ટોબરે ખેડૂતોની તાલીમ યોજવાનું આયોજન હતું.

પરંતુ વરસાદની સ્થિતિને લઈને હવે આ તાલીમ ૧૫મી ઓક્ટોબરે સાંજે પાંચ કલાકે યોજવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત કોટડાસાંગાણીમાં ગત રોજ ૧૩મી ઓક્ટોબરની તાલીમ વરસાદના લીધે સ્થગિત રહી હતી. જે હવે સંભવતઃ આવતીકાલે ૧૫મીએ યોજાઈ શકે છે.

