છોટાઉદેપુર વન વિભાગ અંતર્ગત આવતા કેવડી ઈકો ટુરિઝમ ખાતે વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી ટુરિઝમ ખાતે આવેલા પ્રવાસીઓને માટે નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ઊડતી ખિસકોલી કેમ્પ રાખવામાં આવ્યો હતો.

જેમાં વન્ય જીવના અલગ અલગ ફોટો ગેલેરી દ્વારા જાણકરી આપવામાં આવી હતી. ઊડતી ખિસકોલી, દિપડા અને રીંછ વિશે પ્રવાસીઓને બતાવવામાં આવ્યું હતું.જેમાં વનપાલ કેવડી કે .જે. દેસાઈ દ્વારા વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

