નવરાત્રીનું પાવન પર્વ એટલે માતાજીની સ્તુતિ અને આરાધના કરવાનું પર્વ. નવરાત્રી દરમિયાન રાત્રિ સમયે માતાજીને પ્રસન્ન કરવા માતાજીના ગુણગાન ગાવાનું પર્વ. રાસ અને માતાજીની ગરીબીને ફરતે પ્રદક્ષિણા કરતાં કરતાં ગરબા ગાઈને માતાજીના ભક્તો દ્વારા પર્વ ઉજવાય છે. તો માતાજીના ઘણાં ઉપાસકો આ નવ નોરતાના ઉપવાસ કરીને પણ માતાજીની ભક્તિ કરતાં જોવા મળે છે.
જો કે હવે ધીમે ધીમે પાર્ટી પ્લોટ અને અર્વાચીન ગરબાનો ટ્રેન્ડ યુવા વર્ગમાં વધુને વધુ પ્રમાણમાં પ્રસરી રહ્યો છે. આ નવરાત્રિ દરમિયાન સાયંકાળે માટીના ગરબામાં દીપ પ્રગટાવીને માતાજીની સ્તુતિ પણ કરવામાં આવે છે. સાંપ્રત વૈશ્વિક પરિસ્થિતિમાં હાલ ઘણાં દેશોમાં યુધ્ધનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ નવલાં નોરતાના પ્રથમ દિવસે જ વૈશ્વિક સ્તરે શાંતિ સ્થપાય એવી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી બે હાથ જોડીને પ્રાર્થના
બિપીન પાંધી.