શ્ રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ, સાવરકુંડલા ખાતે “નવરાત્રી ગરબા મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી,કાર્યક્રમના પ્રારંભે આચાર્ય ડી.એલ. ચાવડા સાહેબ, સ્ટાફ ગણ અને વિદ્યાર્થીની બહેનોએ માં આદ્યશક્તિની ભાવ સભર આરતી કરી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો,ખેલૈયા બહેનોએ ટ્રેડિશનલ ડ્રેસમાં માતાજીના ગરબાની રમઝટ બોલાવી માં ની આરાધના કરી, સૌ સ્ટાફ મિત્રોએ પણ રાસ રમી બહેનોને પ્રોત્સાહિત કર્યા, સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રા.ડૉ.રૂકસાના કુરેશી અને ડો. હરિતા જોશીએ કરેલ હતું, કોમ્પ્યુટર ઓપરેટર કુ.જિજ્ઞા બગડાએ સહયોગ આપેલ, સૌના સહકારથી આ કાર્યક્રમ ખૂબ ઉત્સાહપૂર્વક માહોલ વચ્ચે સંપન્ન થયેલ હતો.
બિપીન પાંધી સાવરકુંડલા

