છોટાઉદેપુર જિલ્લાની જીવા દોરી ગણાતી ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશ અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ પડવાને લઈને ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે. ગઈકાલે વરસાદને લઈને છોટાઉદેપુર જિલ્લાની અનેક નદીઓમાં નવા નીર આવ્યા હતા. પરંતુ આજે વહેલી સવારે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા હતા. જેને લઈને લોકોમાં પણ ખુશી જોવા મળી હતી.

