Gujarat

 કઠલાલ ખાતે  રૂ. ૩૫ લાખના ખર્ચે નવનિર્મિત આઇસીડીએસ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું

કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે કઠલાલ ખાતે રૂ. ૩૫ લાખના ખર્ચે નવનિર્મિત આઇ.સી. ડી.એસ. કચેરીના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારત ૨૦૨૪ ના સંકલ્પને સાકાર કરવા ભારતની આવતીકાલ સમાન નાના ભૂલકાઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને શિક્ષણ પૂરું પાડવા આઇસીડીએસ વિભાગ કટિબદ્ધ છે ત્યારે કઠલાલ ઘટકની આ નવનિર્મિત કચેરી આ વિસ્તારના બાળકો અને માતાઓને મળતી સુપોષણ અને શિક્ષણની વ્યવસ્થાઓ વધુ સારી રીતે પૂરી પડી શકશે, તેવો વિશ્વાસ કેન્દ્રીય મંત્રી  દેવુસિંહ ચૌહાણ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય મહિલા સંમેલનની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલા વિશેના કાયદાની માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં સીડીપીઓ શ્રી અલકાબેન રાઠોડ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
 આ પ્રસંગે  ધારાસભ્ય રાજેશ ઝાલા, પ્રાંત અધિકારી  અનિલ ગોસ્વામી, પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન બારોટ, ચીફ ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાના પ્રમુખ,પૂર્વ ધારાસભ્ય ઉસ્થિતિ રહ્યા હતા.