Gujarat

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે નવી ભરતી નાં તબીબી અઘિકારીઓ ને ટીબી અંગેની તાલીમ અપાઇ

છોટાઉદેપુર જિલ્લાના ૩૪  નવી ભરતીનાં તબીબી અઘિકારીઓ ને ટીબી કાર્યક્રમ અંતર્ગત ત્રણ દિવસીય તાલીમ શિબિર યોજાઈ હતી જેમાં જિલ્લા ક્ષય અધિકારી અને ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ દ્વારા નેશનલ ટીબી નાબૂદી કાર્યકમ અંતર્ગત મેડિકલ ઓફિસરઓની કરવાની થતી કામગીરી બાબતે ખુબ ઉંડાણ પૂર્વક તાલિમ આપવામાં આવી હતી.
જેમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરનાં મેડિકલ ઓફિસર ડો કુલદીપ શર્મા તથા જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર કુલદીપસિંહ ગોહિલ તેમજ જિલ્લા પીએમડીટી અને જિલ્લા ટીબીએચઆઈવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા દ્વારા પણ અલગ અલગ મુદ્દાઓ પર મેડિકલ ઓફિસરઓને તાલીમ આપવામાં આવી હતી.
ત્રી દિવસીય તાલીમ બાદ તમામ ને પ્રમાણપત્રો એનાયત કરી તાલીમ શિબિર ની પુર્ણાહુતી
કરવા માં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર