ઉનાના ગરાળ રોડ પર મોડી રાત્રીના સમયે સિંહ પરીવારનું નાઈટ પેટ્રોલીંગ કરતા હોય તેમ રસ્તા પર લાઈનમાં એક સાથે સાત સિંહ પરીવાર પસાર થયા હતા. ત્યારે પાછળ એક વાહન ચાલકે સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલમાં કેદ કરેલ, જે વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ હતો.
ગીર જંગલના વન્ય પ્રાણીઓ ગીર બોર્ડરની નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર આવી ચડતા હોય છે. અને સીમ વાડી વિસ્તારમાં તેમજ ગામની મધ્યમાં ઘૂસી જઇ રેઢિયાર પશુઓનું મરણ કરી બાદમાં ચાલ્યા જતા હોય છે. ત્યારે ઉનાના ગરાળ રોડ ઉપર એક સાથે સાત સિંહ પરિવાર એક સાથે રાત્રિના આરામથી રસ્તા ઉપર જતા હોય જાણે કે નાઈટ પેટ્રોલિંગમાં હોય તેવી રીતે તમામ એક સાથે લાઈનમાં જોવા મળી રહ્યા છે.
આ દ્રશ્યો રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકે મોબાઇલ કેમેરામાં કેદ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. જોકે આ વીડિયોમાં બે વ્યક્તિઓ વાતો કરી રહ્યાં છે, હાલની પકડીને બેસાડી લઈ એ, આગળ સિંહ પરીવારનું ટોળુ અને વાહન પાછળ પાછળ ચલાવતા હોવાનું સમગ્ર ઘટના વીડિયોમાં જોવા મળે છે. બાદમાં તમામ સિંહ પરીવાર રસ્તાની સાઈડમાં સીમ વાડી વિસ્તારમાં જતાં રહ્યાં હતાં.

