Gujarat

સાવરકુંડલાના જાણીતા વૈદ્ય બળભદ્ર મહેતાને થાઈલેન્ડ મુકામે ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ 2024 આપવામાં આવ્યો

થાઈલેન્ડ મુકામે આવેલા ઇન્ટરનેશનલ આઈકોન એવોર્ડ 2024માં સાવરકુંડલાના જાણીતા વૈદ્ય બળભદ્ર મહેતાને આયુર્વેદિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ થાઈલેન્ડ ટ્રીટ ઓફ હ્યુમન રાઈટ તથા મેજિક બુક ઓફ રેકોર્ડ દિલ્હી ભારતના સંયુક્ત ઉપક્રમે આ એવોર્ડ કાર્યક્રમ થાઇલેંડના બેંગકોક મુકામે યોજવામાં આવેલ હતો જેમાં વિશ્વના 25 થી વધારે અલગ અલગ ક્ષેત્રના વિવિધ મહાનુભાવોનું  સન્માન  તથા બેંગકોક  ગોલ્ડન બટન  બૌદ્ધિષ્ઠ દલાયેલા માં પીઠાધીશ સંતોની હાજરીમાં અને ભારતના ડોક્ટર રામઅવતાર શર્માજી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટર ચીફ ગેસ્ટ તથા કમલ રાણી માતા (ગુરુમાં) તથા ઉષા રાણીજીના અધ્યક્ષમાં 25 થી વધારે મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું
જેમાં આયુર્વેદ ક્ષેત્રમાં વૈદ્ય બળભદ્ર મહેતાને થાઈલેન્ડ  બૌધ્ધિષ્ઠ દલાયેલામાં દ્વારા ગોલ્ડન બટન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા તથા આંતરરાષ્ટ્રીય આઈકોન એવોર્ડ 2024 વિશિષ્ટ પ્રતિભાના  ભાગ સ્વરૂપે એનાયત કરવામાં આવ્યું હતું થાઈલેન્ડના બિઝનેસ તથા હ્યુમન રાઈટ સાથે સંકળાયેલા અનુભવોની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું તથા બૌધ્ધિષ્ઠ સંતોની હાજરી દ્વારા દરેક  સામાજિક ક્ષેત્રના વિવિધ બટનો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. થાઈલેન્ડના પ્રિન્સ દ્વારા સન્માન પત્ર તથા બટન ગોલ્ડન આપીને વિશ્વના સર્વશ્રેષ્ઠ કાર્ય કરતા મહાનુભાવોને આ વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું હતું
તથા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ મિશન તથા બૌધિષ્ઠ  દલાયે લામાં સંતો દ્વારા મહાનુભાવોને થાઈલેન્ડના વિવિધ પ્રદેશોની પ્રવાસ કરાવીને થાઈલેન્ડની ઝાંખી કરવામાં આવી  હતી વૈદ્ય બળભદ્ર મહેતા નું સન્માન કમલા રાણી માતા તથા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ પ્રેસિડેન્ટ ડોક્ટર રામઅવતાર શર્માજી દ્વારા ઇન્ટરનેશનલ ગ્લોબલ આઇકોન યુથ એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવામાં મેજીક બુક ઓફ રેકોર્ડ ડોક્ટર સીપી યાદવજી દ્વારા  મહાનુભાવોને તિરંગા  સન્માન મહાનુભાવોને આપ્યું હતું
બિપીન પાંધી