Gujarat

હાડીડા ગામમાં લોકશાળા ખડસલી દ્વારા  તારીખ ૨૭-૨-૨૪ ના રોજ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં એનએસએસ કેમ્પનો શુભારંભ થયો

લોકશાળા ખડસલી દ્વારા દર વર્ષે જુદા જુદા ગામોમાં એનએસએસ રાષ્ટ્રીય સેવા  પ્રવૃત્તિઓ થતી હોય છે. એ સંદર્ભે આ વખતે હાડીડા ગામમાં તારીખ ૨૭-૨-૨૪ ના રોજ પ્રાથમિક શાળા હાડીડા મુકામે ગામના સરપંચ નજુભાઈ ખુમાણ તેમજ ગ્રામ આગેવાનો તેમજ લોકશાળા ખડસલીના આચાર્ય નાનજીભાઈ મકવાણા તેમજ હરેશભાઈ પંડ્યા, ગોવાભાઈ ગાગીયા, પ્રતીકભાઈ પટેલ તેમજ હીરાભાઈ દિહોરા વગેરે ઉપસ્થિત રહીને દીપ પ્રાગટય કરીને એનએસએસ કેમ્પનો શુભારંભ કર્યો. તારીખ ૨૭-૨-૨૪ થી તારીખ ૪-૩-૨૪ સુધી હાડીડા પ્રાથમિક શાળામાં નિવાસી કેમ્પમાં ધોરણ ૧૧ ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા ગ્રામ સફાઈ, ભીંતસૂત્ર લેખન, પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ, પર્યાવરણની જાળવણી, ગાંધી વિચાર પ્રસાર, તેમજ વ્યસન મુક્તિના કાર્યક્રમો, અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમો તેમજ ગ્રાહક જાગૃતિના વિવિધ કાર્યક્રમો ગોવાભાઈ ગાગીયા અને પ્રતીકભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ થશે