Gujarat

ટેસ્લાએ ૬,૦૦૦ લોકોને છૂટા કરવાની જાહેરાત કરીઅબજાેપતિ એલોન મસ્ક(ઈર્ઙ્મહ સ્ેજા)ની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે અને જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીના ચોખ્ખા નફામાં ૫૫ ટકાનો ઘટાડો થયો છે. એક તરફ ત્રિમાસિક પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા હતા, તો બીજી તરફ કંપનીએ મોટી છટણીની જાહેરાત કરી. રિપોર્ટ અનુસાર, ખર્ચમાં ઘટાડાને ટાંકીને, ટેસ્લાએ ૬,૦૦૦ લોકોને છૂટા કરવાની તૈયારી કરી છે.

સૌથી પહેલા ટેસ્લાના ત્રિમાસિક પરિણામોની વાત કરીએ, પછી તમને જણાવી દઈએ કે ૩૧ માર્ચ, ૨૦૨૪ ના રોજ પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ઇં૧.૧૩ બિલિયન હતો, જે એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં ઇં૨.૫૧ બિલિયન હતો. મતલબ કે કંપનીના નફામાં ૫૫ ટકાનો ઘટાડો થયો છે. ઘટતા નફાની સાથે ટેસ્લા ની આવકમાં પણ ૨૦૨૦ પછી પ્રથમ વખત ઘટાડો થયો છે.

તાજેતરના ભૂતકાળમાં ટેસ્લાના શેરમાં તીવ્ર ઘટાડો થયો છે અને તેની અસર કંપનીના માલિક એલોન મસ્ક ની નેટવર્થ પર પણ જાેવા મળી હતી. સંપત્તિમાં ઘટાડાને કારણે પહેલા તેણે વિશ્વના નંબર વન અમીર વ્યક્તિનો તાજ ગુમાવ્યો અને પછી મસ્ક અમીરોની યાદીમાં ચોથા સ્થાને સરકી ગયો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ ઘટીને ઇં૧૬૬ બિલિયન થઈ ગઈ છે. આ વર્ષે ૨૦૨૪, એલોન મસ્કને ઇં૬૨ બિલિયનથી વધુનું નુકસાન થયું છે. ઘણા અહેવાલોમાં ટેસ્લાના ત્રિમાસિક નફામાં ઘટાડાનું અનુમાન પહેલેથી જ કરવામાં આવ્યું હતું અને તેની જાહેરાત પહેલા, ટેસ્લામાં મોટી છટણીની જાહેરાત કરવામાં આવી હતી.

બિઝનેસ ટુડે પર પ્રકાશિત અહેવાલ મુજબ, એલોન મસ્કએ ૬,૦૦૦ થી વધુ કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપનીએ યાદી તૈયાર કરી છે અને આ અંતર્ગત ટેસ્લાના કેલિફોર્નિયા યુનિટમાં ૩,૩૩૨ કર્મચારીઓ જ્યારે ટેક્સાસ યુનિટમાં ૨,૬૮૮ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટેસ્લામાં છટણી ની પ્રક્રિયા ૧૪ જૂન, ૨૦૨૪થી શરૂ થવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇલેક્ટ્રિક કાર કંપનીએ ઘટતી માગ અને માર્જિનના કારણે છટણીનું આ પગલું ભર્યું છે. કોસ્ટ કટિંગ માટે જાેબ કટની અસર ટેસ્લાના બફેલો, ન્યૂયોર્ક યુનિટમાં કામ કરતા ૨૮૫ કર્મચારીઓને પણ થશે. નોંધનીય છે કે યુએસ રેગ્યુલેટરી ફાઇલિંગ અનુસાર, ટેસ્લામાં ગત વર્ષે ૨૦૨૩ના અંતે કર્મચારીઓની સંખ્યા ૧૪૦,૦૦૦થી વધુ હતી. ત્રિમાસિક પરિણામોની જાહેરાત પછી, ટેસ્લા દ્વારા કોન્ફરન્સ કોલનું આયોજન કરવામાં આવ્યું હતું. એએફપીના અહેવાલ મુજબ, કંપનીના મુખ્ય નાણાકીય અધિકારી વૈભવ તનેજાએ જણાવ્યું હતું કે નોકરીઓ કાપવાથી ટેસ્લાના ખર્ચમાં વાર્ષિક ઇં૧ બિલિયનથી વધુની બચત થશે. તેમણે એમ પણ કહ્યું કે ટેસ્લા ૨૦૨૫ ના બીજા ભાગમાં ઉત્પાદન શરૂ થાય તે પહેલાં નવા મોડલના લોન્ચિંગને વેગ આપવાની યોજના ધરાવે છે.