તા.14/03/24 ના રોજ માળિયા તાલુકાના આંગણવાડી કેન્દ્ર નંબર માળીયા-15 ઉપર પોષણ પખવાડિયાની ઉજવણી કરાવામાં આવેલ. જેમાં સીડીપીઓશ્રી, ભંડુરી ગ્રુપના મુખ્ય સેવિકા અને આઈ.સી.ડી.એસ. કચેરીના અન્ય સ્ટાફ હાજર રહેલ. સી.ડી.પી.ઓ.શ્રી સોનલબેન ડોબરીયા દ્વારા આઈ.સી.ડી.એસ. યોજનામાં આવરી લેવાતા લાભાર્થીઓ સગર્ભા, ધાત્રી માતા, 6 માસથી 3 વર્ષના બાળકો અને કિશોરીઓને પોષણ વિશે સમજ આપેલ, ટી.એચ.આર પેકેટ માંથી વિવિધ વાનગી બનાવીને મહત્તમ ઉપયોગ કરવા વિશે સમજ આપેલ તેમજ એનિમિયા વિશે અને યોજના વિશે માહિતી આપેલ.

