Gujarat

આઈ સી ડી એસ કઠલાલ દ્વારા પોષણ માસની ઉજવણી

આઈ સી ડી એસ કઠલાલ દ્વારા પોષણ માસની ઉજવણી અંતર્ગત ભાનેર ખાતે આરોગ્ય વિભાગના સંકલન માં રહી મમતા દિવસ અંતર્ગત કિશોરીઓને આઇસીડીએસ કઠલાલ ઘટકના સીડીપીઓ અલકાબેન રાઠોડ , આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ સુપરવાઈઝર મીનાબેન પટેલ અને મહોબતસિંહ ડાભી તેમજ મુખ્ય સેવિકા ,CHO , FHW દ્વારા એનિમિયા માસીક સ્વચ્છતા , જાતીય હિંસા તેમજ આરોગ્ય પોષણ વિશે સમજ આપવામાં આવી. જેમાં ૪૭ કિશોરીઓ તેમજ આઇસીડીએસ અને હેલ્થના તમામ કર્મચારીઓની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો.
તસવીર અહેવાલ : મકસુદ કારીગર,કઠલાલ