ખંભાળિયામાં તારીખ 14 જૂનના રોજ ‘વિશ્વ રક્તદાતા દિવસ’ નિમિત્તે અહીંની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા તેમજ કર્મયોગીઓએ રક્તદાન કરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા. દર વર્ષે 14 જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ નાગરિકોમાં રક્તદાન વિશે જાગૃતતા લાવવા માટે સમર્પિત છે.

આ સાથે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી નિમિત્તે ખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, સુપ્રિટેન્ડેન્ટ, આર.એમ.ઓ. વગેરેની ઉપસ્થિતિમાં વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે પરિવાર, મિત્રો, સગા, સંબંધીઓ, સહયોગીઓ અને જનતાને નિયમિત સ્વૈચ્છિક રક્તદાનની આવશ્યકતા વિશે લોકોમાં જાગૃકતા ફેલાવવા, કોઇ પણ લોભ, લાલચ વગર, જાતિ અને ધર્મના ભેદભાવથી મુક્ત થઇને રક્તદાન કરવા અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.


